Friday, January 15, 2010

આવુ તે કંઇ ચાલે?

કાયદો કહે છે કે સો ગુનેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોશને સજા ના થવી જોઇએ. આવા વિધાનો નો ઘણો વિરોધ થતો જોયો છે અને ઘણા લોકોને છટકતા પણ જોયા છે છતા ભારતિય કાયદો હંમેશા વખાણવા લાયક જ રહ્યો છે. ન્યાયિક પ્રક્રીયામા થતા વિલંબને ક્યારેય કાયદા સાથે સરખાવી ના શકાય કેમકે ન્યાયમા વિલંબ એ માનવ સર્જીત ક્ષતિ છે જ્યારે કાયદો એની જગા પર સાચો જ છે. આવુ જ કંઇ હંમણા રાજકોટમા બન્યુ અને સારો એવો વિરોધ થયો. એક વેપારીને જગ્યા રોકાણ શાખા ખાલી કરાવવા ગયા અને એ વેપારી ભાઇને હાર્ટ એટેક આવી ગયો. મૃત્યુ હંમેશા શોક જનક જ હોય છે. કોઇ પણ મૃત્યુ માટે આઘાત હોય જ છે પણ ઘણા બધા વિરોધ વચ્ચે એક વાત ઉઠી કે મોટા માથાઓ છટકી જાય છે અને નાના માણસો સજા ભોગવે છે. આ ઘટના ના વિરોધમા રાજકોટ બંધનુ પણ એલાન કરવામા આવ્યુ છે. કોઇને પ્રશ્ન નથી થતો કે આ નુકશાન કોનુ?

આપણી પાસે એક હાથવગુ હથિયાર હોય જ છે અને જેને આપણે લાગણીઓ કે સહાનુભૂતી નામ આપીએ છીંએ અને એક બહાનુ તો હાથવગુ તો છે જ મોટા માથાઓ છૂટી જાય છે અને નાના માણસો અંટાઇ જાય છે. પણ શું મોટા માથાઓ છટકી જાય છે એટલે નાના કે મધ્યમ વર્ગના લોકોને પણ કાયદો તોડવાની છૂટ આપવી? ગેરકાયદેસર રીતે કોઇ પણ સ્થળે આપણે કબજો જમાવવો અને પછી સરકારી અમલદારો પોતાનુ કર્તવ્ય નીભાવવા આવે તો ગાળો ભાંડવી કે વિરોધ કરવા, દેખાવો કરવો. જો અમલદારો કાયદાકીય રીતે પગલા ના લે તો સરકાર પર પણ એટલા જ માછલાઓ ધોવા માટે આપણે કે આપણુ અખબારી આલમ તૈયાર જ હોય છે.

જો આ જ રીતે દરેક લોકો વર્તવા લગસે તો એક સમય એવો હશે કે કાયદા કે નિયમોનુ પાલન કરવાની કોઇ ને પણ ઇચ્છા નહીં થાય. માત્ર એક જ વાર એવી પરિસ્થિતિની કલ્પના કરો કે નાના માણસો ને મોટા માથાઓ છૂટી જાય છે માટે કાયદો તોડવાની કે મન ફાવે તેવા વર્તનની છૂટ આપવામા આવે! તમને દરેક રોડ પર લારીઓ મળશે, તમને ચાલીને પણ નીકળવાની જગ્યા નહીં મળે, તમને ગરીબો પ્રત્યે અત્યારે જે લાગણીઓ છે તે પણ નહીં રહે. આ તમામ વાતો માટે છેલ્લે તો આપણે જ જવાબદાર હોઇશુ. એક સમય માટે એ પણ વિચાર કરવો ઘટે કે જે દુકાન લઇને બેઠેલા લોકો છે તે હજારો રુપિયાનો ટેક્ષ ચુકવે છે, વેચાણવેરો, જગ્યાવેરો, અને અનેક પ્રકાર ના ભારણ સહન કરે છે. આથી વિરુધ્ધ કંઇ પણ ના ચુકવવાનુ હોય અને ધંધો થતો હોય તો શા માટે દુકાન ખરીદવી?

સૌથી મોટુ આશ્ચર્ય તો એ છે કે ફરજ બજાવવા ગયેલા ચારે અધીકારીઓ ને ફરજ મોકુફ કરવામા આવ્યા છે. At least આવા સમયે Municipal એ તો સાથ આપવો જ જોઇએં. અને વળી એક ઘટનાનો ઉમેરો થયો કે જગ્યા ખાલી કરાવવા ગયેલા ઉપર પાણાથી હુમલો થયો અને બચાવમા લાઠી ચાર્જ થયો. આ વળી બળતામા ઘી ઉમેરસે. આ ઘટના પણ ધીમે ધીમે એવો આકાર લઇ રહી છે કે જેમ રાજકોટમા કોઇ પણ અકસ્માત થાય ત્યારે વાહનને સળગાવે દેવુ. કોઇ પણ લોકોને કાયદો હાથમા લેવાનો અધીકાર છે જ નહીં. કાયદા વિરુધ્ધ ચાલતા કોઇ પણ વ્યક્તિને સજા થવી જ જોઇએં. બેવકુફ બહાનાઓ આપી ને વાતથી મોઢું સંતાડવાથી પ્રકરણ પુરુ નથી થઇ જતુ. પાંગળા વિરોધ્ધ જેવા કે હપ્તા સેટ નથી થયા માટે ખાલી કરાવે છે, મોટી કંપનીના તો ઘણા રુપિયા બાકી છે તેમને કેમ કંઇ કરતા નથી.. આ બધી વાહિયાત વાતો છે. જો તમે હપ્તા સીસ્ટમના જ વિરોધી હો તો anti corruption cell હંમેસા તમારા માટે તૈયાર જ હોય છે. જો તમે હપ્તા આપો છો તો પણ કંઇક ગેરકાયદેસર કરવા માટે આપો છો. ગેરકાયદેસર કરવામા આવેલુ કોઇ પણ કાર્ય કોઇ પણ માટે માફીને કાબેલ ના હોઇ શકે.

જો ખરેખર ભારતીયતા તમારામા ભરી હોય તો જે મોટા માથાઓ છટકી જાય છે તેની વિરોધમા એક જુંબેસ શરુ કરો અને તેમને પણ સજા અપાવો પણ માત્ર તમે ગરીબ છો એટલે તમે કાયદો તોડી શકો એ વાત સાથે સહમત થવુ એ શક્ય નથી. ખોટો વિરોધ ફાટી નીકળે અને માસ હિસ્ટોરીયા છવાય એ પહેલા આજની પબ્લીકે પોતે જાગૃત થઇને મ્યુનિસિપલના સ્ટાફ જોડે ઉભુ રહેવુ જોઇએ કેમ કે છેલ્લે તો એ લોકો જ તમારા શહેર ને અને તમારી જિંદગીને સ્વચ્છ બનાવે છે. એક્વાર આવુ શા માટે કરવુ જોઇએ અને થવા દો દબાણ એવી વિચારધારામા આવી જાશે તો તમે શું ભોગવશો એવો વિચાર કરી જોઇજો. વાત માત્ર વિચારધારાની છે, સત્ય કડવુ હોય તો પણ સ્વિકારવુ જ જોઇએ.

અને અંતમા:-
કથા આ નવી, વ્યથા આ નવી, હું પણ હોઇ શકુ-તમે પણ હોય શકો;
સ્વૈર વિહારી સૃષ્ટિનો મુગ્ધ કો’ કવિ, હું પણ હોઇ શકુ-તમે પણ હોય શકો;
કંઇક અસામાન્ય છે આ સામાન્ય દેખાતા માનવીમા-
પડદા પાછળનો આ માનવી, હું પણ હોઇ શકુ-તમે પણ હોય શકો;